PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મહાબલીપુરમમાં મુલાકાત, બંન્નેના વસ્ત્રોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે અનૌપચારિક મુલાકાત માટે ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) ચેન્નાઈ પહોંચી ગયા છે.
ચેન્નાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે અનૌપચારિક મુલાકાત માટે ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) ચેન્નાઈ પહોંચી ગયા છે. . ચેન્નાઈ એરપોર્ટ ઉતરતા જ શી જિનપિંગનું પરંપરાગત વેશભૂષા અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે જિનપિંગને રિસિવ કર્યાં. આ ઉપરાંત તામિલનાડુના મુખ્યમંત્રી ઈ.પલાનીસ્વામી, ઉપમુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ પણ સ્વાગતમાં હાજર હતાં. જિનપિંગના સ્વાગતમાં લાલ કારપેટ બિછાવવામાં આવી હતી. તેમના સ્વાગતમાં કલાકારોએ કેરળના પ્રસિદ્ધ પરંપરાગત નૃત્ય ચેંદા મેલમને પ્રસ્તુત કર્યું. આ નૃત્યની તૈયારીઓ ઘણા સમયથી થઈ રહી હતી. જિનપિંગ ત્યારબાદ પોતાની કારમાં બેઠા અને હોટલ આઈટીસી ગ્રાન્ડ ચોલા જવા રવાના થઈ ગયા હતાં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...